Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jyotin Choksey

Inspirational Others

3  

Jyotin Choksey

Inspirational Others

દાન

દાન

1 min
204


તુરંત દાન મહાપુણ્ય ! દાનના પ્રકાર ચાર

પહેલું દાન અન્નદાન જેમાં અપાય આહાર,

બીજુ દાન ઔષધદાન સ્વાસ્થ્ય એમાં અપાર

ત્રીજુ દાન જ્ઞાનદાન જે બનાવે સૌને હોંશિયાર 

ચોથું દાન અભયદાન પછી ન કોઈ ગભરાય,


શાસ્ત્રોમાં પ્રચલિત દાનના પ્રકાર અગિયાર 

અન્નદાન, અભયદાન, દ્રવ્યદાન, ગોદાન

ભૂમિદાન, વસ્ત્રગાળ, જ્ઞાનદાન, ધર્મદાન

પ્રાણદાન, ઘનદાન અને કન્યાદાન

અરે આ કેવું દાન ? જે છે નાદાન !


લગ્નમાં કરાય કન્યાદાન, નથી એ કન્યાનું દાન,

કોણ કરે પોતાની પુત્રીનું દાન ? એ તો છે ગોત્રદાન.

એમાં તો પિતા કરે પોતાનું ગોત્ર અગ્નિમાં દાન,

જ્યારે કન્યા કરે પતિના ગોત્રમા પ્રસ્થાન.


લગ્નમાં ભલે હોય વર પણ નથી વરદાન

વરદાન નથી મળતું સસ્તામાં, મોંઘું એનું સ્થાન.

દાન કરે એ દાનેશ્વરી કહેવાય, કર્ણ એનું નામ,

અરે ન મળ્યું કર્ણને પણ મોંઘેરુ જીવત્દાન,

કૃષ્ણએ આપ્યું કર્ણને અંતિમ સંસ્કાર વરદાન.

દાન કરવું એજ છે જીવનનું સૌથી મોટું યોગદાન.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational