STORYMIRROR

Jagruti Pandya

Inspirational

3  

Jagruti Pandya

Inspirational

શ્રી મા ગીતાજીને વંદન

શ્રી મા ગીતાજીને વંદન

1 min
277

ગીતા જયંતીનું પર્વ આવ્યું,

ખુશીઓનું મોજું લઈ આવ્યું,


ગીતા મારી માતા છે,

ગીતા મારી શાતા છે,


કર્મનાં સિદ્ધાંતો શીખવ્યા તેણે,

સાચું જીવતાં શીખવ્યું તેણે,


ગીતાજી છે, એક રત્નસાગર,

મળ્યાં અમૂલ્ય રત્નો અપાર,


ગીતા તો વાંચવી ભલી

જીવવી ગીતા તો એથી ભલી,


આત્મ વિશ્વાસ વધારે મારો,

સાચો રાહ સૂઝાડે મારો,


આપ્યું એણે આત્માનું જ્ઞાન,

થયું સૌને એ કેવળ જ્ઞાન,


ગીતા મારી ગુરૂ છે,

ગીતા જ મારી શાંતિ છે,


ગીતા મારું ઔષધ છે,

ગીતા જ મારું સ્વર્ગ છે,


મારી પથદર્શક બની ગીતા,

માર્ગ દર્શક છે મારી ગીતા,


ધન દૌલત મારી ગીતા છે,

સુખ સમૃદ્ધિ ગીતા છે,


ગીતા  જ મારું વિશ્વ,

અને 

ગીતા જ મારું સર્વસ્વ.


મા,

આજ તારા જન્મ દિને,

તારાં ચરણોમાં

 શત શત વંદન.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational