Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jagruti Pandya

Inspirational

3  

Jagruti Pandya

Inspirational

ઉછીનો વહેવાર

ઉછીનો વહેવાર

1 min
215

સઘળો ઉછીનો વહેવાર ભાઈ આ જગ ઉછીનો વહેવાર, 

આજે તારે તો કાલે મારે પણ હોય તહેવાર ભાઈ,

આ જગ ઉછીનો વહેવાર,

કરી ઉપકાર તાર્યા તેમાં શો થયો ઉદેકાર,

પરા પૂર્વથી ચાલ્યો આવે આ લેતી દેતી ને ઉધાર,

 ભાઈ, આ જગ ઉછીનો વહેવાર, 

ઉપર નીચે થાતી આવે આ જીવનની ઘટમાળ,

રમત રમે છે ઉપર વાળો, આપણ ખેલનહાર ભાઈ,

આ જગ ઉછીનો વહેવાર,

અંજળ એટલું ખાતા જાશું નહીં મળે શ્વાસ ઉધાર,

ભેળાં જીવ્યા ને એકલા મરશું નથી જન્મોનો સથવાર,

ભાઈ, આ જગ ઉછીનો વહેવાર,

ભેગું કરતાં જન્મારો કાઢ્યો અંતે નહીં આવે સથવાર,

 માણસ તું ગુમાન ઓછું કર કદી પડશે તુજ વીણ પણ સવાર,

ભાઈ, આ જગ ઉછીનો વહેવાર.

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational