STORYMIRROR

Jagruti Pandya

Inspirational

3  

Jagruti Pandya

Inspirational

તારી ખુશીમાં હું ખુશ છું

તારી ખુશીમાં હું ખુશ છું

2 mins
201

જો કોઈ મને હતાશ કરીને ખુશ રહે,

તો તેની તે ખુશીમાં હું ખુશ છું.


મારી લીટી ભૂસી નાખીને તેની મોટી દેખાડે,

ત્યારે તેને હરખાતો જોઈને હું ખુશ છું.


હોંશિયારીનો ઘોડો બનાવી તે મારા પર સવાર થઈ,

છડેચોક તેની હોશિયારીનો ઢંઢેરો પીટે ત્યારે હું ખુશ છું.


મારાં પીઠબળથી તે બળવાન દેખાડવાનો પ્રયાસ કરે,

મારાથી તેનો અહમ સંતોષાય ત્યારે હું ખુશ છું.


મારી સમજને નાસમજ ગણી મને નીચા પાડવાની કોશિશથી તું ઊંચો દેખાય તે તારી ઊંચાઈ અને 

 અણસમજ નાદાનિયત જોઈ હું ખુશ છું.


હશે ક્યાંક મારી નાની ભૂલ; ભૂલને મોટીદેખાડી ,

સતત મારી ભૂલોને શોધતો ફરે ત્યારે હું ખુશ છું.


કારણ, 


કારણ એ જ કે,


તું મારા જ પરમેશ્વરનો અંશ છું,

આપણે એક જ પિતાનાં સંતાનો છીએ,

હું, તારામાં શુદ્ધાત્મા જોઉં છું,

અને, એ જ તારું અને મારું સદભાગ્ય છે કે,

મારી સાથે તું છો; કેમકે હું તને માફ કરી શકું છું,

તારાં જન્મ જન્માંતરનાં જે અજ્ઞાનના પડો છે,

તે દૂર કરવાં માટે હું સતત પ્રભુને પ્રાર્થના કરતો રહું છું,

મારો અધિકાર તારો બદલો લઈને રાજી થવાનો નથી,

કે નથી તારી અસલિયત જણાવી તને ભોંઠા પાડવાનો,

કે નથી ' ઈંટનો જવાબ પથ્થરથી ' આપી તને દુઃખી કરવાનો,

મારો અધિકાર તને શાંતિથી સન્માર્ગે લઈ જવાનો છે અને આ કઠિન અને શ્રેષ્ઠ માર્ગ તુ પસંદ કરે તે માટે જો હું તારી સાથે તારી જેવો બનીને રહું તો, મારા પસંદ કરેલાં શ્રેષ્ઠ માર્ગ પરથી તને ભરોસો ઊઠી જાય.

મારે તો તારાં જન્મ જન્માંતારના દોષોને અને અજ્ઞાનનાં પડો દૂર થાય તે માટે જ મને ઈશ્વરે મને તારી પાસે મોકલ્યો છે. અને છતાં પણ જો તુ મારા આ મૌનની ભાષા ન સમજે તો પછી એ તારાં કર્મોનો દોષ.

મિત્ર, ઈશ્વર હંમેશાં તારું કલ્યાણ કરે, સત્સંગમાં પ્રીતિ કરાવે અને તુ પણ જ્ઞાનના ભારથી નમ્ર બને એ જ અભ્યર્થના. તારું હંમેશાં મંગળ થાઓ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational