STORYMIRROR

Heena Pandya (ખુશી)

Inspirational

4  

Heena Pandya (ખુશી)

Inspirational

રાજમહેલ છોડી - (ગીત)

રાજમહેલ છોડી - (ગીત)

1 min
799

રાજમહેલ છોડી કદી આવો અમારે દ્વાર,

લઈ એકતારો ભજીલો પ્રભુજીને અપાર.

આવો શરણે દીન થઈને, બની જાઓ ધનવાન,

જીભનો ચટકો છોડી, થોડાં છોડી દો પકવાન.


રાજમહેલ છોડી કદી આવો અમારે દ્વાર,

લઈ એકતારો ભજીલો પ્રભુજીને અપાર.

નિંદા છોડો આળસ છોડો,છોડી દો કંકાસ,

આવું કરતા શું મળશે એ કાઢી લો ને ક્યાસ.


રાજમહેલ છોડી કદી આવો અમારે દ્વાર,

લઈ એકતારો ભજીલો પ્રભુજીને અપાર.

સાધુ કહે છે વાત નફાની જાણી લો ભગવાન,

ઇચ્છાઓનો ત્યાગ કરીને કર્મ કરો ગુણવાન.


રાજમહેલ છોડી કદી આવો અમારે દ્વાર,

લઈ એકતારો ભજીલો પ્રભુજીને અપાર.

ઈશ્વર અલ્લાહ એક 'ને એક છે રામ રહીમ,

લોહી સરખું બનાવીને કૃપા કરી છે અસીમ.


રાજમહેલ છોડી કદી આવો અમારે દ્વાર,

લઈ એકતારો ભજીલો પ્રભુજીને અપાર.

માણસ તેં તો જુદા કીધાં જાત પાતના નાતા,

ધર્મો સઘળા શું બધાને એ શીખવાડી જાતા?


રાજમહેલ છોડી કદી આવો અમારે દ્વાર,

લઈ એકતારો ભજીલો પ્રભુજીને અપાર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational