અલૌકિક
અલૌકિક
હોય ન કદી શરીરરુપી મિલન,
ક્ષણભંગુર એ તો !
દિવ્ય તેજોમય આત્મા સુધી,
સ્પર્શી જાય સ્નેહ તો !
એ પ્રેમળ અનુભૂતિ, હોય અલૌકિક!
સાચા મનથી જોઈ હોય,
જો અત્યંત પ્રિયની રાહ તો !
હરદમ મધમધતું સ્મિત હરખાય,
પ્રિયની મળી જાય વાહ વાહ જો !
એ પ્રેમળ અનુભૂતિ, હોય અલૌકિક !
વાંસળીરુપી જીવનને મધુ લયથી,
સંગીતમય કરી લે જે સંગીતકાર !
તેજ ખરો અભિનય કરી,
સૃષ્ટિના દૃશ્યમાં થાય ચિત્રકાર !
એ પ્રેમળ અનુભૂતિ, હોય અલૌકિક !
શબરીના એંઠા બોર ખાઈને,
રામ ભક્તની સમીપ ગયા !
ઝેરનું અમૃત કરી મીરાંની કરી રક્ષા
શ્યામ ભક્તિરસમાં એકરુપ થયા !
એ પ્રેમળ અનુભૂતિ, હોય અલૌકિક!
હે ઈશ ! તારારુપની તેજ દિવડી,
બને સ્વપ્ન જગની કેવી !
માધવ મટુકી(દેહ) થાય રસીલી,
'સ્વપ્નીલ'ની લગની તો એવી !
એ પ્રેમળ અનુભૂતિ , હોય અલૌકિક!