પુસ્તકની દુનિયા
પુસ્તકની દુનિયા


તારી આ શાંત દુનિયામાં,
મુજને આવવું છે !
સ્વરના ગુંજનને લઈ,
અઢળક સમાવવું છે!
આસપાસ તો ઘણા છે,
કરે કોઈ વાત મજાની!
લાગે એવું પણ ક્યારેક,
આપે કોઈ ઘાત સજાની!
જે છે એ સાવ જ સાચું જ કહે,
ને બની જાય અંતરે પ્રિય તું!
પછી આપણે બંને સરખા શાંત,
સંગતે તારી બની જાઉં જોગી હું!
વાંચુ તને ને હરખાય ચહેરો,
આપે કથને રોમેરોમ સુખ !
લખું જો મને તો એ પાના તું બને,
અપ્રિય ન રહે કંઈ ને શમાવે દુઃખ !
કોલાહલ છે અહીં તો,
ને મથામણયે ખુબ ગજબની!
સંસાર તો આમ જ લાગે,
પણ પુસ્તક તું તો શાંત અજબની !