Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sheetal Bhatiya

Drama Inspirational

3  

Sheetal Bhatiya

Drama Inspirational

મુશ્કેલ નથી મારો આ માર્ગ

મુશ્કેલ નથી મારો આ માર્ગ

1 min
12K


છે જીવનપથ પર અનોખી ચાહ ને,

હામ સાચી સચ્ચાઈ પર ચાલવાની !

ઘનઘોર અંધારામાં ચિરાગરુપી દીવડાને થામી,

આશ મારી સફરને ઝીલવાની !

   તો મુશ્કેલ નથી મારો આ માર્ગ !


જો ન હોય કોઈનો સાથ પણ,

મારી માસૂમિયતની પનાહમાં !

'ઈશ્વરનું કામ ઈશ્વર જ કરે' એ સ્મિતને,

લઈ હોઠે હું તો ગુલાબ! કંટકોની રાહમાં !

   તો મુશ્કેલ નથી મારો આ માર્ગ !


ઈયળ પુષ્પ પરની વિચારે સદા,

થઈશ ભમરો હું પણ એક !

ભમરાએ તો માણ્યું સહવાસ પુષ્પનું,

લઉં આ 'કિટબ્રહ્મજ્ઞાન' માણું જીવન નેક!

   તો મુશ્કેલ નથી મારો આ માર્ગ !


ક્યારેક દુ:ખ મીઠાં તો ક્યારેક સુખ મધુરા !

પાના તો મારી ખુલ્લી કિતાબના !

હું પણ ઘડાઉં ચમકતા હિરાસમ,

પાના એ તો મારા જ હિસાબના !

   તો મુશ્કેલ નથી મારો આ માર્ગ !


Rate this content
Log in

Similar gujarati poem from Drama