ગર્જતો ગુજરાત
ગર્જતો ગુજરાત


મા ભોમ તારી આ ઘરા લાગે છે,
રુડી રુપાળી ગુજરાતણ સન્નાર !
વિજયી વિશ્વે વસતો એકેએક,
અહીં તો છે ઝનૂની વીર કહેનાર !
વિદ્યા વસતી હરદમ હ્દયે ને,
'શ્રી'નો વરસતો વરસાદ !
કલાની છે અનુપમ કહાણી,
મીઠોમધુરો સદા મળતો પરસાદ!
હરેક રીતે શોખીન જોવા મળેજ
છેલછબીલો હસતો ગુલાલ !
અનોખી રીતભાત ને ગુંજતો નાદ
ધન્ય આ ગુજરાત માલામાલ !
ના હારતો, ના ડરતો,ના કહેતો કઈ
કર્મપ્રધાન તણી શ્રેષ્ઠ રીત !
પ્રેમળ મૃદુ જ હોય એની વાણી,
મિલનસાર ભાષી જેવો મીત !
આવે જે અહીં ન હોય એકલો,
સંગાથે જ રહેતો એનો ગર્વ !
દીપસમ પ્રકાશિત રહેતો હરકોઈ,
મીટાવવા અંધકાર કરતો સાધના સર્વ !
આ તો ગીરનો સાવજ
સુવર્ણ સ્વપ્નભારત
આ તો ગર્જતો ગરવી ગુજરાત