STORYMIRROR

Sheetal Bhatiya

Inspirational

4  

Sheetal Bhatiya

Inspirational

જીવન સુંદર બનાવી દો

જીવન સુંદર બનાવી દો

1 min
505

હતું જેવું જીવન પ્યારું જીવન સુંદર બનાવી દો,

અત્યારે મોજથી ન્યારું જીવન સુંદર બનાવી દો.


સરી ને જાય વેળા તો શિલાએ કોતરી દો ને,

ગમે તેવું જ જો ધારું જીવન સુંદર બનાવી દો.


મનોમંથે સજીલું થાય ભાગ્ય લે તિલકતેજે,

હદયની વેદના ઠારું જીવન સુંદર બનાવી દો.


થશે ના અંધકારે કદીય સંધ્યા લાલિમા ઝાંખી,

ઉષા રંગાય સ્વીકારી જીવન સુંદર બનાવી દો.


જુઓ એ રાતનું સ્વરૂપ થમે છે એજ સચ્ચાઈ જે,

શમણે'સ્વપ્નીલ' શણગારી જીવન સુંદર બનાવી દો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational