પ્રકૃતિ -પરમેશ્વરનો પ્રેમ
પ્રકૃતિ -પરમેશ્વરનો પ્રેમ
પ્રકૃતિ પરમેશ્વરને કહે:-
હ્દયમાં વસાવે,તારા રુધિરમાં વહાવે,
પ્રેમપ્રવાહ નિતનિત તું મુજમાં વહાવે...
સૌંદર્ય વહે છે,
મુજમાં બની કાવ્ય !
સૌરભ ભરે છે,
તુજનો સ્પર્શ દિવ્ય !
પ્રેમાળ બની તું જીવનરસ છલકાવે !
પ્રેમપ્રવાહ. ..
તારાથી જ ઈશ,
મારું જીવનમાધુર્ય !
અહંશૂન્ય થાય,
મારું જીવન કારુણ્ય !
ભક્તિ બની મારું જીવન મલકાવઃ !
પ્રેમપ્રવાહ. ..
મારામાં ગુણ ભર્યાં,
સહજ,સરળ,નિર્દોષ !
તેથી તો ભેદરહિત,
છે મારો જગકોષ !
પૂજ્ય બની મારો ભાવ વહાવે !
પ્રેમપ્રવાહ. ..
મારાથી થાય ક્યારે,
કોઈ તોફાનો !
તોયે તું મારાથી,
દૂર ના જવાનો !
અવિનય મારો તું મનમાં ના લાવે !
પ્રેમપ્રવ
ાહ. ..
તારામાં નીરખીને જોઉં,
કે' પ્રીત મારી સાચી !
તૂજથી જ તો હું,
કૌશલ્ય રચનામાં રાચી !
રહસ્ય બની મારી ધન્યતા વધાવે !
પ્રેમપ્રવાહ. ..
સમજી શકું હું,
તારા ભવ્ય પ્રેમને !
માણી શકું હું તારા,
સુંદર ગુણ હેમને !
એવો પ્રેમ તારો પ્રેમી બનું ભાવે !
પ્રેમપ્રવાહ. ..
પરમેશ્વર પ્રકૃતિને કહે:-
સમર્પણના ગુણને,
તું કદી ના ભૂલે !
તેથી તો મારા,
સ્નેહમાં તું ઝૂલે !
કષ્ઠ વેઠી જીવન પ્રિય તું બનાવે !
પ્રેમપ્રવાહ નિતનિત હું તુજમાં વહાવું !
મનુષ્ય કહે:-
તારી જોઈને આ,
અનોખી સૃષ્ટિ !
મુજમાં હું લાવું,
પ્રેમભરી દ્રષ્ટિ !
પ્રીતડીને મારી હું સાચી બનાવું !
પ્રેમપ્રવાહ તુજ જેવો મુજમાં હું લાવું !
'સ્વપ્નીલ'નું છે એવું સાચું સપનું !
પ્રેમપ્રવાહ ઈશ જેવો વહે સહુમાં !