STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Drama

3  

Ramesh Patel (Aakashdeep)

Drama

અજંની જાયો...હાલરડું

અજંની જાયો...હાલરડું

1 min
194

અંજનીજાયો..હાલરડું….

પારણે   પોઢેલ  બાળ  મહાવીર  ને સિંહણ જાયો છે વીર
જડે   નહીં  જગતે  જોટો ,  અવનિએ   અવતરીયો  મોટો
કેસરી નંદનને નીંદરું  ના આવે, માત અંજની હેતે ઝુલાવે

ઉર પ્રસન્ન  ને આંખ મીંચાણી, અંજની  માને સપનું દેખાણું
ભાગ્યવંતી મા ભારત ભૂમિ, દે પવનદેવ  લાખેણું નઝરાણું

માત થાશે તારો લાલ બડભાગી

દેવાધી    દેવની    દેવ    પ્રસાદી
ધર્મપથી   શક્તિ  ભક્તિની  મૂર્તિ

પરમેશ્વરની  નિત   બાંધશે પ્રીતિ

 

ભવ કલ્યાણી અંજની નીરખે,  હરખે  ઉર આનંદે  મલકે
કેસરી નંદને નીંદરું ના આવે,  માત અંજની હેતે ઝુલાવે

પોઢંતો પ્રતાપી   વજ્રની શક્તિ

મુખ લાલી ની  આભા છે પ્યારી
જડી બુટ્ટી રામની જાણશે જ્યારે

ચારે   યુગનો    થાશે    કલ્યાણી

ભક્ત ભગવાનનાં મિલન થાશે, ભગવદ શક્તિનો સથવારો થાશે
વીર  કેસરીની ગર્જનાઓ ગાજશે ,  દશે   દિશાઓ   હાંકથી   કંપશે

દેવી  કલ્યાણી  અંજની   નીરખે

અમી રસ અંતરના ભાવે ઉછળે
કેસરી  નંદને  નીંદરું  ના આવે

માત   અંજની  હેતે  ઝુલાવે

લાલ તારો  મા લાંધશે જલધિ, પવનવેગી  એ  ઘૂમશે અવની
હિમાળેથી સંજીવની લાવશે ઊડી, અવધપૂરી ગાશે ગાથા રુડી

પનોતી પાસ ન ઢૂંકવા દેશે

રામ  ભક્તિથી  અમર  થાશે
કેસરી નંદને નીંદરું ના આવે

માત અંજની હેતે  ઝુલાવે


Rate this content
Log in

Similar gujarati poem from Drama