STORYMIRROR

Tirth Soni "Bandgi"

Drama

3  

Tirth Soni "Bandgi"

Drama

હૃદયમાં કંઈક થાય

હૃદયમાં કંઈક થાય

1 min
259

ઘેર્યું છે આભ આજ કાળા ડિબાંગ વાદળોથી,

આ વરસતો વરસાદ જોઈને હૃદયમાં કંઈક થાય,


ભીની ભીની માટીથી મહેક ચોતરફ છવાય,

આનંદની તરંગો પથરાય ને હૃદયમાં કંઈક થાય,


આ ગરજતાં વાદળોમાં ચમકતી વીજળી,

ભય અને હર્ષ ભાવના સંગમથી હૃદયમાં કંઈક થાય,


ઝરમર વરસતા જળ બુંદોથી ભીતર લથબથ ભીંજાય,

ઉપરથી કોરોક્ટ્ટ રહું, ને ભીતર ભીનાશ વર્તાય ત્યારે હૃદયમાં કંઈક થાય,


ફૂટે પ્રણયના ફૂવારા ને થનગનાટ ઊર્મિ કરે,

કવિઓને કવિતા સ્ફૂરે જેમ મોરલો થનગને,


ઉલા સાની મિસરા ને કાફિયા, છંદમાં ગોઠવાય,

વરસાદી માહોલની મજેદાર ગઝલ રચાય જ્યારે હૃદયમાં કંઈક થાય.


Rate this content
Log in

Similar gujarati poem from Drama