શ્રીરામ શ્રીકૃષ્ણ સંગે સંવાદ
શ્રીરામ શ્રીકૃષ્ણ સંગે સંવાદ


હે રામ ! શ્રી રામ !
તમે ક્યાં ક્યાં વસી ગયા શ્રી રામ !
અયોધ્યા નગરી તમારી પૂજાણી
દર્દમાં તારા નામથી પીડા રુઝાણી
હે રામ ! શ્રી રામ !
રામ અવતારે અવતરી,
પ્રીતિ એક જ કહેવાણી !
કૃષ્ણ અવતારે અવતરી,
પ્રીતિ અનેક વહેવાણી !
તું પૂજાયો અનહદ શક્તિથી
સહનશીલતા મુરત બની શ્રી રામ !
તું પૂજાયો અનહદ ભક્તિથી
પુર્ણ પ્રેમરુપ મુરત બની કૃષ્ણ નામ,
કહો, હવે આ આવનાર યુગેયુગે
મંદિરમાં તો તમ પૂજાશો..
હૃદયનાં અનેક ઘા થયા આજે
અંતરવેદનામાં તમ ગુંજાશો...?
દ્રોપદીસમ સખીની સૌંદર્યતા
લાજવંતી લાજ કોણ રાખશે ?
રુક્મણીસમ સ્ત્રી પત્ર
કોણ વાંચશે?
મીરાંસમના દુલારને
કોણ સવારશે?
ર
ાધાસમની આંખલડી તરસતી
કોણ હૃદયે પ્રગટશે?
સીતાસમના વ્રતની વાત હવે
કોણ સંભાળશે ?
મંદોદરીસમ સમજણ અર્પતી
અંતરના રાવણને કોણ નાથશે?
પ્રશ્નો તો ઘણાંયે છે સમક્ષ રામ..
યુગેયુગ આજ વાત
યુગેયુગ તુજ તો છે નાથ
દેવ હતા ને દેહે આવ્યા...
આ દેહના દેવનું નામ સાચવે તું..
નામમાં અપાર શક્તિ રામનામ
તરી શીલા ને થયા પેલેપાર...
શ્રૃંગાર એજ નામની જોડી
હર નામમાં વસે બની નર-નાર...
ન હોય જેને વિશ્વાસ
ન હોય એને એવી કોઈ આશ..
સ્વનું વિચારીને બેઠા દૈત્ય
ન એને કોઈ સ્નેહની ખરી પ્યાસ..
આ જગમહીં એક તારો જ નાદ
સુખ-દુઃખે બનું તારો જ સાદ,
જીવ શિવનું મિલન એક જ વાત
સ્વપ્ને 'સ્વપ્નીલ'કમલ ખીલે રાત.