પશુચિકિત્સક વીર
પશુચિકિત્સક વીર
પશુધનની સ્નેહે કરી રક્ષા,
દેશને અર્પે સમૃધ્ધની કક્ષા,
અમારા પશુચિકિત્સક વીર.
કુદરતના આ અબોલા રત્ન જીવ,
મનુષ્યના છે એજ પુણ્યકર્મ શિવ,
જા જો થાયને શરીરે જરાયે તો,
એમનેય ઘડીકમાં જ બક્ષે તંદુરસ્તી હોં,
અમારા પશુચિકિત્સક વીર
પોતે રહેતા એ તો કમાલ લાજવાબ,
દેખાવે હોય સ્માર્ટ ને સ્વીટ રુઆબ,
ઘણીયે ડોક્ટરીય સાયકોલોજીસ્ટ પ્રતિભા,
સોનામાં સુગંધે ઉત્કૃષ્ટ સર્જે'પરિચિત " કવિતા.
અમારા પશુચિકિત્સક વીર.
ધન્ય ધન્ય આ ધરા પતિત પાવન આમ,
પશુપંખીની વેદના ઠારી કરે નિષ્ઠાકામ,
ન હોય કોઈ લાલસા એમને રુપિયા નીયે,
એ તો રુપકડા જીવદયાપ્રેમે છાપ રોમિયો નીયે.
અમારા પશુચિકિત્સક વીર.