શ્રીનાથજી શરણ
શ્રીનાથજી શરણ


ધારણ કર્યું સ્વરુપ શ્રી કૃષ્ણે,
ઊંચી કરી ડાબી એ ભૂજા !
વામ હસ્ત સૂચવતો 'નિર્ભય રહો!'
સદા ધારણ કંઠે તુલસી ગૂંજા !
શ્રીનાથજી શરણ...
ચાર રુપો ભક્તિભાવના,
પ્રકાશ પ્રસારી કરે અંધકાર નષ્ટ!
જગન્નાથજી,રંગનાથજી,
દ્વારકાનાથજી,બદ્રીનાથજી
એવા ગોવર્ધનનાથજી કરે દૂર કષ્ટ !
શ્રીનાથજી શરણ
ત્રાસિત હોય જો કોઈ અન્યાયથી,
પીડાતું રહેતું જેમનું અમન !
સત્યને ચાહનારા જનોના પ્રિયે વ્હાલા,
લીલા કરી રક્ષે થયા શ્રીજી એ તો દેવદમન!
શ્રીનાથજી શરણ
નશામાં ચકચૂર રાગ,દ્વેષ,ઘમંડ
અવગુણનો થયો ખંડન !
મહાભયના નાશક શામળીયા શ્રીનાથજી,
સ્મૃતિએ ચરિત્ર એમનું ને થાઉં ચંદન!
શ્રીનાથજી શરણ.
ભક્તિયે રાસ-કીર્તન-સ્મરણે
એ લીન ઉપાસના મહાન કુદરત-પરમાત્મા!
સર્વસ્વ શ્રીજીને અર્પણ ભાવનાર્થે,
સ્વપ્ને રચાતો રમતો અંતરાત્મા!
શ્રીનાથજી શરણ