ઉપાય શું હશે
ઉપાય શું હશે
આવી મુસીબત માનવ જીવનમાં,
આનો ઉપાય શું હશે ?
તરુઓના નિકંદન પછી,
ઓક્સિજન પણ ક્યાં હશે ?
નીત નવા પ્રયોગો પશુઓ પર,
હવે નવો વાયરસ કયો હશે ?
આવી મુસીબત માનવ જીવનમાં,
આનો ઉપાય શું હશે ?
બુદ્ધિશાળી માનવ એટલે,
બુદ્ધિહિન બની ગયો,
જીવજંતુ જાનવરના પ્રયોગે,
વાયરસ માનવથી મોટો બન્યો !
સોચ માનવની તુચ્છ બની,
માનવતાને ભૂલી ગયા,
પર્યાવરણને નુકસાન કરતા,
વાતાવરણ પણ બગડી જશે,
એક દિવસ આવશે જગમાં,
માનવ નહીં પશુ મોટો બની જશે,
માનવ માનવતા ભૂલીને,
જંગલી પશુ બની જશે,
આવી મુસીબત માનવ જીવનમાં,
આનો ઉપાય શું હશે ?
