STORYMIRROR

VARSHA PRAJAPATI

Drama Inspirational

3  

VARSHA PRAJAPATI

Drama Inspirational

ખજાનો મળી જાય

ખજાનો મળી જાય

1 min
247

અમસ્તો જ રસ્તો જડી જાય તો,

ખુશીનો ખજાનો મળી જાય તો,


કદીયે ન માંગો કશું પણ છતાં,

મુરાદો અચાનક ફળી જાય તો,


ફરિશતો મળે ક્યાંક એવો કદી,

જતન લાગણીનું કરી જાય તો,


હતો જે ચમકતો સદા આભમાં,

અમસ્તો સિતારો ખરી જાય તો,


હૃદય ઢાંકણું બંધ રાખો છતાં,

ચરુ લાગણીનો ઢળી જાય તો,


સરકતી જતી હોય કાયમ છતાં,

પવન નાવડીને નડી જાય તો,


ભલે ના કહો પણ ખબર છે મને,

નજર જો નજરમાં ભળી જાય તો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama