રહ્યો છે રોજ ખાલીપો
રહ્યો છે રોજ ખાલીપો
1 min
273
અમારે તો ભવોભવથી રહ્યો છે રોજ ખાલીપો,
વખાયાં બારણાં ત્યારે થયો છે દોસ્ત ખાલીપો,
મળે છે ક્યાં કદીએ આમ તો એ હાથ ઝાલીને,
કબરની પાંપણોમાં છે છૂપાયો શોધ ખાલીપો,
વળાવી દીકરી આવ્યા પછી ઘરમાં નિહાળ્યું તો,
નયનનો ઉંબરો બોલ્યો હવે તું પોંખ ખાલીપો,
ભલે છોડી ગયાં અમને કદી પાછા વળ્યાં ના પણ,
તમારી યાદ આવે તો અમારે મોજ ખાલીપો,
હૃદયની હાટમાં પાછો દટાઈને પડેલો છે,
પદરના ત્રાજવે 'હેલી ' હવે તું તોલ ખાલીપો.