પણ તું ક્યાં છે
પણ તું ક્યાં છે
મંદ મઘમઘતો પવન છે પણ તું ક્યાં છે,
મેં લખેલાં મુજ કરમ છે પણ તું ક્યાં છે ?
આંખ પણ થાકી હવે તો રાહ જોઈ,
વેદના ભીની નજર છે પણ તું ક્યાં છે ?
સ્નેહના મીઠા મત્લાને કાફિયાની,
યાદમાં તારી ગઝલ છે પણ તું ક્યાં છે ?
બારણાના ટોડલે મેં વાટ જોઈ,
પોંખવાનો આ સમય છે પણ તું ક્યાં છે ?
જિંદગીની હાટમાં મેં ખોટ ખાધી,
તોય ' હેલી ' ને હરખ છે પણ તું ક્યાં છે ?