Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

VARSHA PRAJAPATI

Tragedy Others

4  

VARSHA PRAJAPATI

Tragedy Others

ઠાલવું સંવેદના

ઠાલવું સંવેદના

1 min
386


બસ ગઝલમાં ઠાલવું સંવેદના,

જે હૃદય બોલે લખે આ ટેરવાં,


યાદમાં આંખો કદી સૂકાય ના,

વ્હાલનાં સંભારણાં છે વેગળાં,


જ્ઞાનની વાતો બધી પોકળ કરી,

છોડ તું જ્ઞાની થવાના પેંતરા,


આંખમાં સપનાં સજીવન તું કરે,

આ નયનની બસ હવે એ ખેવના,


તું કહે તો ચાંદ પણ લાવી શકું,

પણ પછી એ લાવનારા કેટલા ?


પ્રેમની સંભાવના થૈ વાંઝણી,

ઘૂંટડા વખના મળ્યા છે એટલા,


દરબદર ના શોધશો 'હેલી' હવે,

ખુદ જગાવો આપમાં એ ચેતના.


Rate this content
Log in