STORYMIRROR

VARSHA PRAJAPATI

Inspirational Others

4  

VARSHA PRAJAPATI

Inspirational Others

મને શિક્ષક રહેવા દો

મને શિક્ષક રહેવા દો

1 min
358

ચકાસો ના મને વાંચો, મને શિક્ષક રહેવા દો,

ઘડો ક્યાં છું હવે ઠાલો ? મને શિક્ષક રહેવા દો.


નવા ફતવા,નવી રીતો તમે સાથી નવા છો પણ,

વિચારીને જૂની વાતો, મને શિક્ષક રહેવા દો.


શરમની કાંચળી છોડી પ્રવેશું વર્ગમાં જ્યારે,

બનું બાળક પછી છાનો, મને શિક્ષક રહેવા દો.


ગણિતના દાખલા જેવી સરળ છે જિંદગી મારી,

નથી ખોટો કે હું સાચો, મને શિક્ષક રહેવા દો.


લખું આ હાથથી તકદીર જીવનની ખુશાલીની,

છતાં ના હું કરું દાવો, મને શિક્ષક રહેવા દો.


ન હું સન્માન માંગુ છું, ન ઝાઝી દાદ માંગુ છું,

હૃદયમાં સ્નેહથી રાખો, મને શિક્ષક રહેવા દો.


કબરથી પારણાની યાતરામાં જેટલું શીખ્યાં,

પછી 'હેલી' તમે માપો, મને શિક્ષક રહેવા દો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational