STORYMIRROR

VARSHA PRAJAPATI

Fantasy Others

4  

VARSHA PRAJAPATI

Fantasy Others

નથી હોતી

નથી હોતી

1 min
262

ધરમની ધારણા તો દાન કરવામાં નથી હોતી,

ભજનની ભાવના પણ જાપ જપવામાં નથી હોતી,


કરો લાખો ઉપાયો તોય એ તમને જ દેખાતી,

હૃદયના દર્દની વાતો અરીસામાં નથી હોતી,


સમયની ડાળ પર આવીને ઊભો છે કાફલો આજે

બધી વાતો જમાનાની તો ભણવામાં નથી હોતી,


સફર છે શ્વાસની પૂરી થશે એના ઈશારાથી

ખબર એની તમારા કોઈ તાબામાં નથી હોતી,


ગઝલ મારી લખાતી જાય છે મારા વિચારોથી,

અસર 'હેલી' જુઓ એની આ ભાષામાં નથી હોતી.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy