VARSHA PRAJAPATI

Others

4  

VARSHA PRAJAPATI

Others

શરત ક્યાં છે ?

શરત ક્યાં છે ?

1 min
389


તું જીતે ને હું હારું એ શરત ક્યાં છે ?

હવે સાથે રમીએ એ રમત ક્યાં છે ?


નિરાશાનાં પેલાં વાદળ હટાવ્યાં પણ,

નિસાસાની અમારે તો અછત ક્યાં છે ?


હજુ અકબંધ છે આ હાથનો સ્વાદ,

તને બેસીને જમવાનો વખત ક્યાં છે ?


કરે નાપાસ પીડાની કસોટીમાં,

હવે જીવન અહીં તો જડભરત ક્યાં છે ?


નજીવી વાતને મનમાં ધરે ના, પણ

હૃદય એનું એવું તો સખત ક્યાં છે ?


Rate this content
Log in