STORYMIRROR

Himali Oza

Drama

3  

Himali Oza

Drama

જીવનનું સત્ય

જીવનનું સત્ય

1 min
214

લખવું છે નામ રેત પર કોને ? છે વફાદાર જળ લહેર કોને ?

કોણ કોને છળે ? ખબર કોને ? રહગુજર કોને ? રાહબર કોને ?

કોઈ સામે નથી – કશું જ નથી, તો ય તાકે છે નિત નજર કોને ?

 

મહેકતી આંખ – મ્હેકતાં દૃશ્યો, કોણ કરવાનું તરબતર કોને ?

હું જ છું એક – જે ગમું એને, બાકી ભેટે છે પાનખર કોને ?

મોતી નીકળ્યા કરે છે આંખોથી, સ્વપ્નમાં આવ્યું માનસર કોને ?

 

જાણું છું શ્વાસની દગાબાજી, છે ભરોસો હવા ઉપર કોને ?

સર્વને આવકારે સમ-ભાવે, ના કહે છે કદી કબર કોને ?

બે ઘડી આ ગઝલ ગમી તો બસ, દોસ્ત – અહીં થવું છે અમર કોને !


Rate this content
Log in

Similar gujarati poem from Drama