સૂરજની સવારી
સૂરજની સવારી
1 min
235
ઉષાએ રંગ સાથિયા પૂર્યા, કૂકડા એ છડી પોકારી,
આવી સૂરજની સવારી, આવી સૂરજની સવારી,
અરુણે લગામ લીધી હાથમાં, ત્યાં તો તિમિર ગયું હારી,
આવી સૂરજની સવારી, આવી સૂરજની સવારી,
કેસર વારના વાઘા ને સોનેરી સાફા સાથે પધારી,
આવી સૂરજની સવારી, આવી સૂરજની સવારી
ગીતડાં એના ગાઈ પંખીઓએ ગજવી સીમ સારી,
આવી સૂરજની સવારી, આવી સૂરજની સવારી.
