STORYMIRROR

Himali Oza

Others

4  

Himali Oza

Others

વરસાદી સાદ

વરસાદી સાદ

1 min
157

રેઇનકોટની આડમાં દિલ પલળ્યું કોઈ,

વરસાદમાં સપ્તરંગી બની રૂપ નીખર્યું કોઈ,


વરસાદમાં શું સરવાળા કે બાદબાકી,

શું ગુણાકાર કે ભાગાકાર,

વરસવું એજ ગણિત હોય પ્રેમનું,


વરસાદમાં કોમળતાની તાકાત પણ નીરખી રહ્યું કોઈ,

 અને ત્યારે સખત ધરા પર ફૂટ્યું ઘાંસ કુમળું કોઈ,


વરસાદમાં નયન અને હસ્તરેખાઓ વચ્ચે યુદ્ધ ફૂટી નીકળું કોઈ,

 યુગો પુરાણું નહીં તો જળ બની વહે ના સ્વપ્નું કોઈ, 


વરસાદમાં કહ્યું દાક્તરે હવે ચિંતાનું નથી કોઈ કારણ,

ગઝલ નામનું સાધ્ય ઔષધ મળ્યું કોઈ.


Rate this content
Log in