રોજનીશી
રોજનીશી
1 min
166
રોજનીશી હું રોજ લખું છુ સરવાળો બાદબાકી કરું છું,
ગુણાકાર ભાગાકાર કરી એનાથી સરવૈયું શોધું છું,
સંબંધોની રોજનીશીમાં સુખ દુખ આંટામાંરે,
ક્યારેક હસાવે ક્યારેક રડાવે ક્યારેક અવાચક કરી જાયે,
સંબંધોની રોજનીશીમાં સરવૈયું ક્યાં શોધું
જીવનની ઘટમાળમાં હું સંબંધોને ગૂંચવું,
જીવનનાં હર એક પડાવે નવા સંબંધો ફૂટે,
જાણે રાતરાણીને ચંપો, જુઈ, ચમેલીની કળી ફૂટે !
