STORYMIRROR

Chaitanya Joshi

Drama Tragedy

3  

Chaitanya Joshi

Drama Tragedy

થાય છે

થાય છે

1 min
26.8K


રોજરોજ નવી જાહેરાત થાય છે,

પણ ક્યાં કદી દિલની વાત થાય છે?


દુઃશ્મન શું બગાડી શકવાના એનું?

એ ખુદ પોતાનાથી જ મ્હાત થાય છે!


વહેમ છે સરિતાને સાગરમાં ગયાનો,

સાગરની ચાહતે મુલાકાત થાય છે,


ના રાખો આશા તમે પણ અવકાશની,

ત્યાંથી પણ કદી ઉલ્કાપાત થાય છે,


ના ડરો હિંસક પ્રાણીઓથી તમે,

એનાથીય બૂરી માનવજાત થાય છે!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama