STORYMIRROR

Drsatyam Barot

Drama

3  

Drsatyam Barot

Drama

રસ્તો

રસ્તો

1 min
28K


ગાગા ગાગા ગાગા ગાગા ગાગા ગાગા


ડગલે ડગલે મારી મંઝિલ બનતો રસ્તો,

આગળ આગળ ડગલું ભરતાં વધતો રસ્તો,


થાકી જાઉં ત્યારે બેસી વાતો કરતાં,

માતા જેવું વ્હાલું વ્હાલું હસતો રસ્તો,


મસ્તી એની પીડાને પણ ભૂલાવી દે,

નસનસમાં પાછો નશો થઇ ચડતો રસ્તો,


ભૂલી ગ્યા તો ઝાલીને લઇ જાતો વાટે,

અંધારામાં પણ અજવાળું કરતો રસ્તો,


યાદો ઘોળી મીઠી વાતો કરતો એવી,

જાણે નવલી પ્રિયા થઇને સજતો રસ્તો,


માતો થાતો જાણે મારી સાથે ચાલી,

દિવસે દિવસે ઉંમર થઇને સરતો રસ્તો.


રોજે આવે લક્ષ્યો લઇને મારી પાસે,

ઇશ્વર જેવો ભાગ્ય થઇને ફળતો રસ્તો,


પગલાં મારાં જ્યાં પડતાં થઇ જાતો મંઝિલ,

પાછો ઊંચા શિખરો થઇને મળતો રસ્તો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama