STORYMIRROR

Dr. Imran Khan

Drama Inspirational

3  

Dr. Imran Khan

Drama Inspirational

ચાલ ને માણસ માણસ રમીએ

ચાલ ને માણસ માણસ રમીએ

1 min
28K


હું રડું ને તારે મનાવવાનું હેં!

તું બોલે સાચું ને મારે માની જવાનું હેં!

ચાલ ને માણસ માણસ રમીએ,

ખુબ રમી રાજનીતિ,

થાક્યા રમીને ધર્મોના ખેલ,

ચાલ ને માણસ માણસ રમીએ..


નારાજ થવાનું ભૂલી જવાનું,

ને સમ દુખિયા થઈને રહીએ,

ચાલ ને માણસ માણસ રમીએ..


દિલ સાફ રાખી જીવન જીવવાનું,

અને કોઈ ને પણ ન નડીએ,

ચાલ ને માણસ માણસ રમીએ..


ભેગા રહીએ દરેક રંગમાં,

ને આનંદ ઉલ્લાસ કરીએ,

ચાલ ને માણસ માણસ રમીએ..


વેર ઝેર ને આગ લગાડી,

જીવન ઉજ્જવળ કરીએ,

ચાલ ને માણસ માણસ રમીએ..


શું લાવ્યા’તા શું જશું લઇ,

એ કદી ન ભૂલીએ,

ચાલ ને માણસ માણસ રમીએ..


તરસ્યાને મન પાણી બનું હું,

ભૂખ્યા ને મન ભોજન બનીએ,

ચાલ ને માણસ માણસ રમીએ..


શું તારું ને શું મારું,

એ ઝગડામાં ન પડીએ,

ચાલ ને માણસ માણસ રમીએ..


જે પડ્યું છે મન ભીતર,

એજ રજુ પણ કરીએ,

ચાલ ને માણસ માણસ રમીએ..


કોરા પડ્યા છે મેઘધનુષ્ય,

એને રંગબેરંગી કરીએ,

ચાલ ને માણસ માણસ રમીએ..


અહંકારના કપડા કાઢી,

ડૂબકી પ્રેમમાં દઈએ,

ચાલ ને માણસ માણસ રમીએ..


સમય છે ચીકણો, જાય છે લપસી,

એ પે’લા રમત પૂરી કરીએ,

ચાલ ને માણસ માણસ રમીએ..


કહે ‘ઈમ્રાન’ જગતને, હું હારવા પણ તૈયાર,

કે’શો નહિ આ ભેદ કીસીને,

ચાલ ને માણસ માણસ રમીએ..


Rate this content
Log in

Similar gujarati poem from Drama