Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Dr. Imran Khan

Thriller

3  

Dr. Imran Khan

Thriller

અનુભવ

અનુભવ

1 min
13.7K


કેટલાય ડુબેલાઓને પણ મેં તરતા જોયા છે; કિનારે આવીને ઘણા ને ડૂબતા જોયા છે,

પરપોટાઓમાં પણ ગોબા પાડી શકે; મેં એવા ભાલાઓ પણ જોયા છે,


તમે તો એક મેક ની વાત કરો છો; મેં તો મને મારી સાથે કજીયા કરતા જોયા છે,

લોકો શોધતા રહે છે જવાબોને આજકાલ; મેં જવાબોને પણ પ્રશ્નો પૂછતા જોયા છે,


તમે શું કયામતની વાતો કર્યા કરો છો; મેં ખુદાને ને હિસાબ કીતાબ કરતા જોયા છે,

વાત એટલી જ કે હું બોલુ છું ને તમે ચૂપ છો; બાકી મેં તમને પણ ક્યાંક કવિતા કરતા જોયા છે,


ચાલો હવે જવા દો સબંધો નથી બગાડવા; મેં પણ તમને ‘માણસ માણસ’ રમતા જોયા છે,

એ જ ડરથી જીભ પર તાળાં મારીને બેઠો છું; કે મેં પુતળાઓને પણ પ્રવચન કરતા જોયા છે,


આજે તમે ઓળખવાની ના પાડો છો; ગઈ કાલે મેં તમને મારી સાથે જોયા છે,

આ જમાનામાં હવાનો પણ ભરોસો નથી; મેં માણસોને ઓક્સીજનથી મરતા જોયા છે,


વધુ કહીશ તો પછી અતિશયોક્તિ જેવુ લાગશે; મેં મૂંગા બેરાને વાતો કરતા જોયા છે,

ફિલસુફીની વાતો કરવાનું રે'વા દો; મેં 'પ્લેટો' ને એકવીસમી સદીમાં જોયા છે,


ડાહપણની વાતો હવે ના કરો તો સારું; મેં ઈશ્વરની ભૂલો કાઢતા કારીગરોને જોયા છે,

બસ હવે બહુ થયું જવા દો મને ‘ઈમ્રાન’; મેં સજ્જનોની શેરીઓમાં કવિઓના જનાજા જોયા છે.


Rate this content
Log in