Dr. Imran Khan

Drama

4.9  

Dr. Imran Khan

Drama

ઓછપ

ઓછપ

1 min
161


પહેલા એમનો થોડો સાદ ઓછો થયો,

ને પછી ધીરે ધીરે પ્રતિસાદ ઓછો થયો,


કોની હતી આ ભૂલ, એ ખબર જ ના પડી,

પહેલા મૌન છવાયું ને પછી નાદ ઓછો થયો,


જ્યારે ઉમેરવામાં થોડો વિશ્વાસ રહી ગયો,

ભાવતા સબંધનો ત્યારે જ સ્વાદ ઓછો થયો,


અંતર વધ્યું તો વધીને, એ ગયું તિમિર સુધી,

સૂર્યાસ્ત પછી પ્રતિબિંબનો ઉન્માદ ઓછો થયો,


લાગે છે હવે વૃક્ષને એની ડાળીનો પણ ભાર,

જીવનમાંથી હવે સંબંધ એકાદ ઓછો થયો.


Rate this content
Log in