STORYMIRROR

Dr. Imran Khan

Drama Tragedy

4  

Dr. Imran Khan

Drama Tragedy

સરળ નથી

સરળ નથી

1 min
175

હું સરળ છું પરંતુ મારી કવિતા સરળ નથી,

જીવન જીવ્યા પછી જાણ્યું કે જીવન સરળ નથી,


પશુ, પંખી, પ્રાણી, પ્રકૃતિનું દરેક તત્ત્વ છે સરળ,

બધું સરળ છે પરંતુ આ મનુષ્ય સરળ નથી,


જેણે બનાવી આ સૃષ્ટિ એને પામવું પણ છે સરળ,

માણસ માટે માણસને આજે પામવું સરળ નથી, 


મનુષ્યએ માપી લીધો છે આજે પૃથ્વીનો પણ વ્યાસ,

મનુષ્યના ઇરાદાનું પરંતુ માપન સરળ નથી,


કેટલી સરળતાથી કહી દીધું કે જાઓ ભૂલી,

સરળ છે કહેવું ખૂબજ પણ કરવું સરળ નથી. 


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Drama