Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dilip Ghaswala

Thriller Tragedy

1.6  

Dilip Ghaswala

Thriller Tragedy

ગઝલ - આગળ ક્યાં કશું..

ગઝલ - આગળ ક્યાં કશું..

1 min
444




દેહ આ છોલાય છે તેનાથી આગળ ક્યાં કશું ,

આતમ ક્યાં છેદાય છે તેનાથી આગળ ક્યાં કશું.


આંસુઓના તોરણો આ પાંપણે બંધાય છે ,

ધૂંધળું દેખાય છે તેનાથી આગળ ક્યાં કશું .


ઝળહળી ઉઠ્યો દિપક જુઓ ભગાવીને તમસ ,

તેજથી અંજાય છે તેનાથી આગળ ક્યાં કશું .


યોગ છે વિષાદનો રણભૂમિ મધ્યે એટલે ,

જ્ઞાનથી કહેવાય છે તેનાથી આગળ ક્યાં કશું .


શ્વાસની આવક ઘટી ને દોર જીવનની ટૂંકી ,

આંખ આ ઘેરાય છે તેનાથી આગળ કયાં કશું .


ફક્ત લલકારો નહી, આવી જજો આ યુદ્ધમાં ,

મર્દથી ખેલાય છે તેનાથી આગળ ક્યાં કશું .


પ્રેમમાં પાગલ બનીને વસ્ત્ર ફાડીને ફરો ,

પથ્થરો ફેંકાય છે તેનાથી આગળ ક્યાં કશું .


Rate this content
Log in