STORYMIRROR

Mukesh Jogi

Romance Thriller

4  

Mukesh Jogi

Romance Thriller

ગઝલ- એકરાર

ગઝલ- એકરાર

1 min
28.8K


એકધારા વિચાર આવે છે,

સોળ સત્તર અઢાર આવે છે,


સાંભળી સાદ એક જૂનો ત્યાં,

આંગણુ ડેલી બ્હાર આવે છે,


બારણાં બંધ, બંધ બારીઓ,

ચીખતો સૂનકાર આવે છે,


મેં જવાનું જ છોડી દીધું છે,

ખોખલો આવકાર આવે છે,


જીંદગી આપશે ખુલાસાઓ,

એક બે નહિં હજાર આવે છે,


ઉમ્રનું કામ ઉમ્ર કરશે દોસ્ત,

એક સાચો ચિતાર આવે છે,


તો જ સંપૂર્ણ આ ગઝલ થાશે,

આપણો એકરાર આવે છે,


મેં પ્રથમ જાતને વખોડી છે,

દોષ મારાં અપાર આવે છે,


કામ બાકી ઘણાં ઘણાં "જોગી",

ને સમય માર માર આવે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance