STORYMIRROR

Shaurya Parmar

Classics Inspirational Thriller

4  

Shaurya Parmar

Classics Inspirational Thriller

સમય

સમય

1 min
25.6K



બધું સમયે ખબર પડે,

સતી તોરલ સામે જેસલ જાડેજા પણ રડે,


બધું સમયે ખબર પડે,

વનવાસી રામ સામે દશાનંદ રાવણ શોધ્યો ના જડે,


બધું સમયે ખબર પડે,

નાનકડા કાન્હા સામે કંસ પણ ઢળી પડે,


બધું સમયે ખબર પડે,

એક ભીમ સામે જરાસંઘ પણ માટીમાં મળે,


બધું સમયે ખબર પડે,

પાંચ પાંડવો સો કૌરવોને પણ ભારે પડે,


બધું સમયે ખબર પડે,

માઁ શક્તિ મહિષાસુરની છાતી પર ચડે,


બધું સમયે ખબર પડે,

ક્યારેક ભસ્માસુરનો હાથ પોતાને જ માથે પડે,


બધું સમયે ખબર પડે,

સો ભૂલો પછી શિશુપાલ પગ પકડીને કકડે,


બધું સમયે ખબર પડે,

કેશવનાં હાથે ચક્ર જોઈ પગ પકડીને રડે,


બધું સમયે ખબર પડે,

સમય કરે ન્યાય ત્યારે ખબર પણ ના પડે!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics