STORYMIRROR

Shaurya Parmar

Inspirational Thriller

4  

Shaurya Parmar

Inspirational Thriller

જાણું છું

જાણું છું

1 min
29.4K



સહનશીલ નથી હું, જાણું છું,

હું અનન્ય ઉખાણું છું,


તું ટીકડીઓ ફોડ્યા કર,

હું વિનાશક પરમાણું છું,


તું હોય સો ભલે મિત્ર,

હું આગળ નવ્વાણું છું,


રસ્તે વેચાતી પકોડી નથી,

હું પાક્કું ગુજરાતી ભાણું છું,


મમરા નથી કે ઊડી જઈએ,

હું શિયાળાનું વસાણું છું,


વગર માથે ધડ લડે અહીં,

બસ એજ હું ધીંગાણું છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational