STORYMIRROR

Mukesh Jogi

Drama Thriller

4  

Mukesh Jogi

Drama Thriller

ગઝલ - જોગી

ગઝલ - જોગી

1 min
28.2K


ભારે ભરખમ સવાયું છે જોગી,

સ્વપ્ન મારુ શતાયું છે જોગી,


દર્દ ની આ કમાલ છે યારો,

ક્યાં અમસ્તું ગવાયું છે જોગી,


રોજ તરતાં રહ્યાં ઉપરછલ્લુ,

આજ ઊંડે તરાયું છે જોગી,


હું જ નમતો રહ્યો સદીઓ થી,

ઈશ થી ક્યાં નમાયું છે જોગી,


શબ્દનાં બોર હાથ લાગ્યાં છે,

રામ નામે ચખાયું છે જોગી,


જે લડે આજ જાનકી કાજે,

શોધવા એ જટાયું છે જોગી,


ચિત્ર દોર્યું મેં શહેરનું પ્યારું,

ગામડું ત્યાં દટાયું છે જોગી,


બાળ ઈચ્છાનું કાખમાં રોતું,

માઁ વિનાનું નમાયું છે જોગી,


એ જ ક્ષણ વિસ્તરી અમારામાં,

એ કમળ જ્યાં બિડાયું છે જોગી,


જાળ છે, પારધી છે દાણા છે,

કોણ શેમાં ફસાયું છે જોગી,


માંડ કોઠે દિવસ પડ્યો "જોગી",

રાત આખી થકાયું છે જોગી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama