તમે નથી
તમે નથી
દિલમાં ઊઠ્યો છે ઉત્પાત કે તમે નથી,
કોરી ખાતી રોજ એક વાત કે તમે નથી,
આંસુ પીધા ને ગમ ખાધા છે હર ઘડી,
કરવા ઈચ્છું ખૂબ કલ્પાંત કે તમે નથી,
ડર લાગ્યો દુનિયાની રહેમ નજરના પ્રશ્નનો,
થાય તમારો આભાસ સાક્ષાત કે તમે નથી,
ફેંદીને જોયું આખું જગત દરેક જગ્યાએ,
બધેથી મળ્યો એક જ પ્રત્યાઘાત કે તમે નથી,
ચાર ડગલાં ચાલીને થાકી ગયા ચરણ ભલે,
જીવી જઈશ આ પણ વરસાદ કે તમે નથી,
રહો સદાય સાથમાં એવી ચાહત ક્યાં રહી ?
અમારે તો કાયમનો ઝંઝાવાત કે તમે નથી.

