સરકતો સમય
સરકતો સમય
તૂટેલા કાચને કદીય સાંધ્યો સંધાય નહીં,
બહાર કાઢવા પડછાયા દર્પણ તોડાય નહીં,
ખામોશીનો પડઘો ગહેરો પડી શકે છે સર્વત્ર,
કરોળિયાની જાળની જેમ મૌન પડાય નહીં,
સમયના કુરુક્ષેત્રમાં શંખનાદ થાય તો થવા દો,
ચક્રવ્યૂહમાં કોઈ અભિમન્યુ હવે ફસાય નહીં,
સાત રંગમાં સમેટાઈ ગઈ છે સૃષ્ટિ, ઓ સર્જક !
આઠમો રંગ મિજાજ માણસનો કદી પરખાય નહીં,
ચાર રસ્તેથી અલગ થાય જે રસ્તા જિંદગીના,
એક મારગ લીધા પછી પાછું વળી જોવાય નહીં.
