રમત ન કર
રમત ન કર
જિંદગી ! સાવ ખોટે ખોટી બનાવટ ન કર,
થાકી જાઉં છું હું, સુખદુઃખની રમત ન કર,
શ્વાસ લેતાં ગણી લીધી એ પળ ગઈ કાલની,
આશ મૂકી દઉં બધી ફરી એવી ગમત ન કર,
હા, લીધા'તા ઉછીના ફૂલો પોતાના સમજી,
એ કાંટાનો વાર કરે તો કોઈ નફરત ન કર,
વીત્યો સમય ન આવશે કદી તોય કહું છું,
અધૂરી છે દાસ્તાન, ક્ષણોનો હિસાબ તરત ન કર,
તારીખ, વર્ષ, ગ્રહ-નક્ષત્ર સઘળું ભલે સરે,
ઇશ ! તારી તરફની દિશાથી મને પરત ન કર.
