ધમકી
ધમકી


આંગળીના ટેરવેથી વેઢા ના ઉતરાવું તો કહેજે,
ઊડતાં પક્ષીની પાંખના પીંછા ના ગણાવું તો કહેજે,
સૂતી આંખોથી સપના ચોરવાનો ગુનો કર્યો છે તો,
ધોળા દિવસે ધરા પર તારા ના બતાવું તો કહેજે,
જીવનનૈયાને ડોલાવી જો વિશ્વાસઘાતના આઘાતથી,
મઝધારે જ નફરતના ચાબખા ના વીંઝાવું તો કહેજે,
મલિન થઈ જશે પાનેતરનો પાલવ જૂઠા વચનોથી,
અંતરમાં આગ રાખી ફરીથી ના લપેટાવું તો કહેજે,
મજબૂત હોય દીવાલો દિલની તોય ઇશ્ક પ્રવેશશે,
પૂરા જોરથી તારા દરવાજા ના ખખડાવું તો કહેજે.