મને ટેવ નથી
મને ટેવ નથી
કોઈની વાડીના કાચા ફળો ચાખવાની મને ટેવ નથી,
નાની શી જિંદગીમાં બધું યાદ રાખવાની મને ટેવ નથી,
'કેમ છો ? સારું છે ?' થી વધારે ટકતા નથી સંબંધ,
સઘળી વાતો જગતની જાણવાની મને ટેવ નથી,
મને મળ્યા હશો ક્યારેક તો જાણતા જ હશો,
એ મુલાકાતથી આગળ વધવાની મને ટેવ નથી,
તમે પૂછો એ સવાલના જવાબ સૌ જાણું છું,
અમસ્તા જ ઊંડાણમાં ઉતરવાની મને ટેવ નથી,
અણનમ રહેવાની આદતને મોટપ માનો છો પણ,
ઈશ્વર સિવાય બીજે ક્યાંય ઝૂકવાની મને ટેવ નથી.
