Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ankita Soni

Romance

4  

Ankita Soni

Romance

મોકલ

મોકલ

1 min
265


તારી યાદની કોઈ નિશાની તો મોકલ,

અધૂરી રહી છે એ કહાની તો મોકલ !


ઝુર્યા કરવું નથી વિરહમાં કાયમ માટે,

તને સ્પર્શતી હવાની રવાની તો મોકલ !


મૂરજાઈ રહ્યા છે ફૂલો તેં મોકલાવેલા,

મહેંક સાચવી રાખવા ફૂલદાની તો મોકલ !


ઢળી રહી છે સાંજ પળેપળ જીવનની,

રોજ મળ્યા કરું એવી ચાંદની તો મોકલ !


ગણ્યા કરું છું વેઢા દિવસો કાપવા માટે,

લાવવા ચમક આંખમાં રોશની તો મોકલ !


બંધ રહેલા દ્વાર સાવ કટાઈ જાય એ પહેલા,

ખુમારી મારાં આંગણની તારા થવાની તો મોકલ !


Rate this content
Log in

Similar gujarati poem from Romance