STORYMIRROR

purvi patel pk

Drama

4  

purvi patel pk

Drama

ઝરૂખડે

ઝરૂખડે

1 min
292

આતમના અજવાળે હું તો બેઠી ઝરૂખડે, 

જોઉં હું તો પ્રીતમની વાટ મારા વા'લા,


મઘમઘતી સવાર ને ઝાકળના છાંટા ઝરૂખડે,

વાગોળું યાદોના મીઠા સંભારણા મારા વા'લા,


ફૂલડે ફૂલડે પ્રીત આપણી પાંગરી ઝરૂખડે,

મધુકર કરે તે પર ગુંજાર મારા વા'લા,


ગુલાબી ઠંડીમાં થતા રિસામણા ઝરૂખડે,

કોયલના ટહુકે થતા મનામણા મારા વા'લા,


ચાંદને સથવારે આજ હું તો ઊભી ઝરૂખડે,

મનની મૂંઝવણ હવે અકળાવે મારા વા'લા,


બેસીને કેટલીય ગોઠડી કીધી'તી ઝરૂખડે,

એને યાદોના હીંચકે હીંચોળુ મારા વા'લા,


ભવનો સંગાથ તારો મારો લાગે ઝરૂખડે,

આખરી વિદાય છે, જોઉં વાટ તારી વા'લા.


Rate this content
Log in

Similar gujarati poem from Drama