કેમ કળાશે?
કેમ કળાશે?

1 min

34.8K
કિરતાર કરે કાયમ કામણ કેમ કળાશે?
કચરાયેલા કોરા કાગળ કેમ કળાશે?
કાયર કુદરત કરતી કપરી કાળ કસોટી,
કાળા કાળનું કાઠું કારણ કેમ કળાશે?
કાવતરાની કોતરણીમાં કાવાદાવા,
કૂટનીતિના કાતિલની કાતર કેમ કળાશે?
કટકે કટકે કામ કટારી કાપે કેફ કટાણે,
કાળમુખીનાં કાળા કાળજ કેમ કળાશે?
કાઢો કેદી કો કટાયેલી કાટ કથાઓ,
કુંઠિત કારાવાસે કાસળ કેમ કળાશે?
કંટક કેડીને કંડારો કર કસબીઓ,
કર્મઠ કાંધે કાઠી કાવડ કેમ કળાશે?