STORYMIRROR

Parulben Trivedi

Inspirational Thriller

4  

Parulben Trivedi

Inspirational Thriller

સમજી ગઈ

સમજી ગઈ

1 min
331

દર્દની સઘળી દવા સમજી ગઈ,

ઓરતા મારા નકારી પી ગઈ.


ના કરે ફરિયાદ તો પુષ્પો ભલા,

એટલે સૌને ગમે, માની ગઈ.


જાત આખી બાળતા રોશન કરે,

જ્યોત હરિ આગળ તો ઝળહળતી ગઈ.


શ્વાસના ધબકારની હિંમત વધી,

જ્યારથી પરપીડને વાંચી ગઈ.


રાતદિનની થાય ઊજવણી જગે,

પણ ધરા તો ઘા સહી દીપી ગઈ.


માનથી ઈશ્વર સમક્ષ જોઈ શકું,

બસ ખુમારી એટલી ચાહી ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational