Parulben Trivedi

Inspirational

3  

Parulben Trivedi

Inspirational

આવડે છે

આવડે છે

1 min
234


શું માનવ થઈને માનવનાં દિલને જીતતા આવડે છે ?

કોઈ દુઃખીના મન વાંચી એના હોઠ પર સ્મિત સજાવતા આવડે છે ?


છે દુર્લભ આ જીવનની સાર્થકતાને પામવું,

શું શ્રીગીતાનું અનુકરણ કરતા આવડે છે ?


હો ભલે ગમગીન પરિસ્થિતિ,

પણ એ પરિસ્થિતિને બદલતા આવડે છે ?


આ દુનિયાનો માલિક ઈશ્વર છે,

પણ શું ઈશ્વરને રીઝવવાની રીત આવડે છે ?


છળકપટથી જીતાયના કદી નિઃસ્વાર્થ પ્રેમને,

ત્યાગી બની સઘળું ત્યાગ કરતા આવડે છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational