નામ
નામ
1 min
179
સુકર્મેં પ્રકાશું તો નામ સફળ મારું,
સૌના દિલોમાં બિરાજુ તો નામ સફળ મારું,
નામ પ્રમાણે ધરા બની વસુંધરા એમ હું પણ,
સૌના મન સ્હેજે હળવાસુ તો નામ સફળ મારું,
ભલે નામનો કોઈ અર્થ ન ખીલે પણ,
અન્યને ખરા અર્થે ખીલાવું તો નામ સફળ મારું,
નથી જોઈતી મારે કોઈ ખોટી પ્રશંસા,
નિઃસ્વાર્થ ભાવે મદદે હરખાવું તો નામ સફળ મારું,
સાચા મનથી પરમાર્થ સેવા કરતા-કરતા,
હરિને નિષ્કામ કર્મે રીઝાવું તો નામ સફળ મારું.